૧. થોડું ખાઉં તો ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં.
- ફુગ્ગો
૨. સાંકડી શેરીમાં સરપણ દોડી જાય.
- નળમાં પાણી
૩. બે ભાઈ વચ્ચે એક મુખ.
- બાવળની શૂળ
૪. ભર્યા કૂવામાં પાંચશેરી તરે.
- કાચબો
૫. એક ખેતરમાં સો હળ ચાલે.
- દાંતિયો
૬. ધોળા કૂવામાં ધોબો પાણી.
- નાળિયેર
૭. એક શિંગડાની ગાય એને નીરે એટલું ખાય.
- ઘંટી
૮. નગરમાં ખુલ્લી ફરે, વનમાં પહેરે ચીર.
- સોપારી
૯. ઘરમાં ઘર, તેમાં રમે કેસરિયો વર.
- ચૂલામાં દેવતા
૧૦. પ્રાણ નહીં પણ પળ પળ ગણે.
- ઘડિયાળ
૧૧. ચીતરેલ મોરિયો પરદેશ જાય, પાણી પીએ તો ટપ મરી જાય.
- પત્ર
૧૨. ચાર ભાઈ ઊભા, ચાર ભાઈ બેઠા, એક એકના અંગમાં સર્વે પેઠા.
- ખાટલો
૧૩. બે ભાઈ ચાલ્યા જાય, આગળપાછળ થતા જાય.
- પગ
૧૪. ચાર ચોર ચોકી કરે, ને ચાર એના મોમાં પેસે.
- ખાટલો
૧૫. નાનો સરખો ડુંગરદાસ, લૂગડાં પહેરે સો પચાસ.
- ડુંગળી
૧૬. માણસને તો જોઈએ, નદીમાં તો સોહીએ; બે મળીને એક નામ, કહો મિત્રો કયું ગામ.
- કાનપુર
૧૭. ઘણ વણ ઘડ્યાં, એરણ ન અડ્યાં.
- મોતી
૧૮. છ પગ છાપરે બે ડબા દુઝે; વાંસે વધ્યું પૂંછડું, એનું કાંઈ સૂઝે?
- ત્રાજવું
૧૯. એક જનાવર ઇતું, કે પૂંછડે પાણી પીતું.
- દીવો
૨૦. કાળી સોટી, તેલે છાંટે, વળે વળે પણ ભાંગે નહીં.
- વાળ
૨૧. ગામ જાઉં ગામતરે જાઉં, લીંબોળી લટકાવતી જાઉં.
- તાળું
૨૨. ધોળો મરઘો લીલી મૂછ, ન આવડે તો મિત્રને પૂછ.
- મૂળો